Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બાઈક ચલાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, હમેંશા રહેશો સુરક્ષિત

જો તમે બાઈક ચલાવો છો તો તમારા માટે સૌથી પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો હમેંશા સુરક્ષિત રહેશો.

બાઈકનો શોખ ધરાવનારની આ દુનિયામાં કોઈ કમી નથી. આપણા દેશમાં લોકો મોંધી બાઈકોનો શોખ ધરાવે છે. જેમને સ્પીડની બાબતમાં કોઈ પાછળ રાખી નથી શકતું. તે ઉપરાંત અહિયા કરોડો લોકો કામ પર જવા માટે પણ બાઈકનો ઉપયોગ કરે છે. રોજ સવારે બાઈક લઈને ઓફિસે નીકળે છે. પણ આપણા દેશમાં બે પૈડાવાળા સાધનો ના અકસ્માત પણ વધુ થાય છે. આવું એટલા માટે બને છે કેમ કે લોકો બાઈક ચલાવતી વખતે અમુક બાબતોને ધ્યાન બહાર કરતા હોય છે. આવી નાની-નાની બાબતોને ધ્યાનમાં ન રાખવાથી લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. અમે તમને થોડા એવા નિયમ વિષે જણાવવાના છીએ જેને ધ્યાનમાં રાખીને તમે બાઈક ચલાવશો તો સુરક્ષિત રહિ શકો છો.

ટ્રાફિક નિયમો પાળવા જરૂરી :

જો તમે બાઈક ચલાવો છો તો તો તમારા માટે સૌથી પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો હમેંશા સુરક્ષિત રહેશો. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ હમેંશા પહેરી રાખો. અકસ્માત થાય તો આ તમારા માથાને ગંભીર ઈજાથી બચાવી શકે છે. તે ઉપરાંત હમેંશા પોતાની લાઈનમાં ચાલો, હમેંશા લાઈન બદલતી અને વળતા પહેલા ઈન્ડીકેટરનો ઉપરયોગ કરો.

એલર્ટ રહેવું પણ ખુબ જરૂરી :

બાઈક ચલાવતી વખતે એલર્ટ રહેવું ખુબ જરૂરી હોય છે. ઘણા લોકો બાઈક રાઈડ કરતી વખતે આજુ બાજુ જુવે છે, તેવામાં સામેથી કોઈ ગાડી તેને ટક્કર મારી શકે છે કે પછી આગળ વાળી ગાડી ઉપર ટક્કર પણ લાગી શકે છે. તે ઉપરા૦ત આગળ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો અચાનકથી લાઈન બદલે છે. તેવામાં જો તમારૂ ધ્યાન ન હોય તો અકસ્માત પણ થઈ શકે છે.

રોડને ધ્યાનમાં રાખીને નક્કી કરો સ્પીડ :

સામાન્ય રીતે જોવામાં આવે છે કે યુવાનો ખુબ સ્પીમાં બાઈક રાઈડ કરે છે. સ્પોટે્સ બાઈકસ્માં હમેંશા લોકોને આમ કરતા જોવામાં આવે છે. પણ ભલે તમારા બાઈકની ટોપ સ્પીડ ૨૦૦ હોય પણ જો તમે ભારતના રોડ ઉપર ચાલી રહ્યા છો તો તમારી સ્પીડનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. કેમ કે અહિયાં રોડ ઉપર ઘણા ખાડા અને ટેકરા હોવા સામાન્ય વાત છે. સ્પીડ વધુ હોવાથી આ ખાડા જીવલેણ બની શકે છે.

(9:52 am IST)
  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST