Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આફ્રિકાની આ છોકરીએ છ અલગ-અલગ ધૂનમાં ગાઈ હનુમાન ચાલીસા

નવી દિલ્હી, તા.૨૪: ભારતીય મૂળની દક્ષિણ આફ્રિકાની સિંગરે સંપૂર્ણ હનુમાન ચાલીસા ૬ વિવિધ ધૂનમાં ગાઈને તેની સીડી બનાવી છે. આ સિંગરનું નામ વંદના નારન છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં કિલક કરો ૨/૩૬ વિવિધ ધૂનમાં હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ કરી

જોહાનિસબર્ગના સાઉથમાં સ્થિત ઈન્ડિયન ટાઉનશિપ લેનાસિયામાં ૨૧ એપ્રિલના રોજ આયોજિત વાર્ષિક સંયુકત હનુમાન ચાલીસા કાર્યક્રમમાં વંદના નારને ૬ અલગ-અલગ ધૂનમાં હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ કરી.

સિંગર વંદના નારને કહ્યું કે અમે ૬ વિવિધ ધૂનમાં હનુમાન ચાલીસા ગાવાનું એટલા માટે વિચાર્યું કારણકે આ અલગ-અલગ ધૂન થકી વૃધ્ધો સહિત યુવાનો પણ હનુમાન ચાલીસા સાંભળવા માટે આકર્ષાય. અમે આમાં ઈલેકટ્રોનિક સંગીતનો પણ ઉપયોગ કર્યો છે.

(9:48 am IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST