Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 11 સુરક્ષાકર્મીઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં આજે તાલિબાનના હુમલામાં ઓછામાં ઓછા 11 અફઘાન સૈનિકો અને પોલીસકર્મીઓને મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે પ્રાંતીય ગવર્નર પ્રવક્તા મહોમ્મ્દ નસીર મેહરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી ફરાહ પ્રાંતમાં તાલિબાન દ્વારા સુરક્ષા બળની ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ સૈનિકોના મોત નિપજ્યા છે.આ હુમલામાં ઘણા બધા લોકોને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:32 pm IST)