Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ગરમીમાં કરો યોગ્ય બૂટ-ચપ્પલની પસંદગી

ગરમીની ઋતુ આવી ગઈ છે. એવામાં પગ માટે સ્ટાઈલીશ હોવાની સાથે સુરક્ષીત સૂઝ કે ચપ્પલ પહેરીને બહાર નીકડો. એગૉસ (મેન્સવેર લેધર શૂ બ્રાન્ડ)ના ચીફ એકસપીરીયન્સ ઓફિસર કનિકા ભાટિયા અને મોટેલો ડોમાની (શૂ બ્રાન્ડ)ના સંસ્થાપક અને ડીઝાઈનર દીવાન ખુરાનાએ ગરમીમાં પગની સંભાળ રાખવા માટેના ઉપાય આપ્યા છે.

કનિકાએ જણાવ્યું કે, મુલાયમ ચામડાથી બનેલ ફુટવેર ગરમીમાં પગ માટે અનુકુળ હોય છે અને પગમાંથી દુર્ગંધ આવવાની સંભાવના ઓછો રહે છે. એથેલેટીક સેન્ડલ અને લોફર્સ સૌથી વધુ ઉપયુકત છે. કારણ કે તે પહેરવાથી  હળવુ મહેસુસ થાય છે. ખુરાનાનું માને છે કે, જ્યારે પગના સંભાળની વાત આવે તો ગરમીમાં ભારે બૂટ ન પહેરવા જોઈએ. તેનાથી હવાની અવર-જવર નથી થઈ શકતી, એવામાં લોફર્સ ઉત્તમ વિકલ્પ છે.

એથલેટિક સેન્ડલ

આ ઋતુમાં કેટલાય લોકો એડવેન્ચર સ્ટોર્ટના શોખીન હોય છે, તેથી તેના માટે એથલેટિક સેન્ડલ ઉચિત રહેશે.

ફિલપ ફલોપ સ્લીપર

ગરમીમાં પગમાં પહેરવા માટે હળવા ફિલપ ફલોપ સ્લીપર ઉત્તમ છે. પગમાં થતા દર્દથી બચવા માટે સારા સપોર્ટવાળા ફિલપ ફલોપ જ પહેરો.

એકસફોર્ડ બૂટ

ગરમીમાં સ્ટાઈલીશ દેખાવા માટે તમે કલાસીક બ્રોગ્સ (મોટા ચામડાવાળા બૂટ) અથવા એકસફોર્ડ બૂટ પહેરી શકોલ છો.

એથલેટિક સેન્ડલ

આ ઋતુમાં કેટલાય લોકો એડવેન્ચર સ્ટોર્ટના શોખીન હોય છે, તેથી તેના માટે એથલેટિક સેન્ડલ ઉચિત રહેશે.

લોફર્સ

લોફર્સ ગરમીઓમાં એક કૂલ લૂક આપે છે. જેને કૈઝુઅલ અને ફોર્મલ એમ બંને કપડા સાથે આ ઋતુમાં પહેરી શકાય છે.

સ્નીકર્સ અને એથલેટીક બૂટ

સ્નીકર્સ અને એથલેટીક બૂટ આ ઋતુ માટે જરૂરી ગણાવા લાગ્યા છે. યુવાઓ માટે આ રોયલ બ્લૂ રંગના સ્નીકર્સ ઉત્તમ વિકલ્પ છે.

 

(9:50 am IST)