Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અલાર્મ મૂકીને સૂવાથી સ્વાસ્થ્યને નુકશાન!!

 સવારે વહેલુ ઉઠવુ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ, તેનો ફાયદો એ લોકોને જ મળે છે જે અલાર્મ વગર જ ઉઠે છે.

અલાર્મ લગાવીને સૂતા લોકો માટે જેવી રીતે ઘડીયાળ ટર્ર...ટર્ર...ટર્ર... કરવાનું શરૂ કરે છે, કે તરત જ તમે સ્નૂઝ બટન દબાવીને ફરી સૂઈ જાવ છે.

તે વખતે શરીર આરામ માટે વધુ સમયની માંગ કરે છે અને આપણે સ્નૂઝ બટન દબાવીએ છીએ. પરંતુ, એક શોધમાં સામે આવ્યું છે કે સ્નૂઝ બટનનો પ્રયોગ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કારણ કે, આવુ વારંવાર કરવાથી ઉંઘને ખલેલ પહોંચે છે. એવામાં પહેલા આલાર્મ સાથે ઉઠવામાં જ ભલાઈ છે. એકસપર્ટનું માનવું છે કે વધુ સમય ઉંઘની ઇચ્છા સાથે વારંવાર સ્નૂઝ બટન દબાવવુ એ થાક અને આળસભરી સવારનું કારણ બને છે અને તેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.

(9:49 am IST)