Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પેટ પર વધારે ચરબી હૃદય માટે નુકશાનકારક

પેટની ચરબી હૃદય માટે હાનિકારક છે. એવામાં જો તમારા પેટ ઉપર વધારે પડતી ચરબી જમા થઈ ગઈ છે તો તમારે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ડૉકટર સાથે સંપર્ક કરવાની જરૂર છે. અમેરીકાના મિનેસોટાના મેયો કિલનીકના શોધના લેખક જોસ મેડિના ઈનોજોસાએ જણાવ્યું કે, 'બીએમઆઈ અનુસાર ભલે તે મોટા હોય, પરંતુ પેટ ઉપર ચરબી વગરના લોકોની સરખામણી પે પર ચરબીવાળા લોકોમાં હૃદય સંબંધી સમસ્યાઓની સંભાવના વધુ હોય છે.'

બીએમઆઈ (બોડી માંસ ઇન્ડેક્ષ) એટલે કિગ્રા/મીટર વર્ગમાં ઉંચાઈની સાપેક્ષ વજન. તેનો ઉપયોગ પુખ્ત વયના લોકોને ઓછુ વજન, સામાન્ય વજન, વધારે વજન અને મોટાપાની શ્રેણીમાં વર્ગીકૃત કરવા માટે થાય છે. જોકે બીએમઆઈ ચરબી અને માંસપેશીના વિતરણ અને માત્રા માટે જવાબદાર નથી.

કેન્દ્રિય મોટાપા અથવા શરીરની વચ્ચે વધારે ચરબી જમા થઈ જવી અને આ અસામાન્ય ચરબી વિતરણનો પ્રારંભ છે.

(9:48 am IST)