Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બાળકને આ રીતે આપો ડાયપર ફ્રી ટાઈમ

 આજે મોટા ભાગના લોકો નાના બાળકને ડાયપર પહેરાવે છે. જે તેના માટે ખૂબ જ સુવિધાજનક હોય છે. પરંતુ, વાસ્તવમાં હંમેશા બાળકને ડાયપર પહેરાવવાથી ઘણુ નુકશાન થઈ શકે છે. કારણ કે તેની ત્વચા ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. તેથી આખો દિવસ ડાયપર પહેરવાથી બાળકને ચાંઠા, ખંજવાળ, ત્વચામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે તેને થોડો સમય ડાયપર વગર રાખો. સૌથી પહેલા તો તમારા બાળકના સંકેતોને સમજવાનો પ્રયાસ કરો. જ્યારે પણ બાળકને શુશુ અથવા પોટી આવે છે ત્યારે તે કંઈક સંકેત આપે છે. આ ઉપરાંત જો તમારૂ બાળક થોડુ મોટુ છે તો તમે તેની સાથે વાત કરો. તે તમને કંઈક ઈશારામાં પણ બતાવશે કે તેને વોશરૂમ જવુ છે. તે રડવા લાગશે અથવા તો તે તમારી આંગળી પકડીને વોશરૂમ તરફ ઈશારો કરશે. તમે પણ તેને થોડા-થોડા સમયે આ અંગે પૂછી શકો છો.  જો તમે ગાદલા ઉપર તેની સાથે રમી રહ્યા છો તો વધારાની ગોદડી અથવા વોટરપ્રુફ ગોદડીનો ઉપયોગ કરી શકો છોે. તેનાથી તમારો બેડ પણ ખરાબ નહીં થાય અને બાળક આરામથી રમી શકશે.

(9:48 am IST)