Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સવારનો નાસ્તો અવશ્ય કરવો જોઇએ

મોટા ભાગના લોકો વજન ઘટાડવાની આડમાં સવારે નાસ્તો નથી કરતા. પરંતુ, ડૉકટરો અને ડાઈટીશિયન કયારેય સવારે નાસ્તો ન છોડવાની સલાહ આપે છે. પરંતુ, તમે તેમાં સ્વાસ્થ વસ્તુઓનો સમાવેશ કરશો ત્યારે જ તે ફાયદાકારક સાબિત થશે.

પ્રવાહિ પદાર્થમાં જ્યુસ સ્વાસ્થ્ય માટે સારૂ છે, પરંતુ તેના કરતા ફળોને કાપીને ખાવાએ ઉત્તમ છે. તેમાં શુગર અને કેલેરી વધુ નથી હોતી અને તમે પ્રાકૃતિક રૂપે તેનો લાભ મેળવી શકો છો. સવારના નાસ્તાની વાત કરીએ તો મુખ્ય પરોઠા, પૌઆ અથવા ઉપમા જેવી વસ્તુઓ લઈ શકાય છે. તેની સાથે કેટલાક લોકો દહીં, દૂધ, છાશ અથવા જ્યુસ પણ લે છે. પરંતુ, તેમાં તમે પરોઠાના બદલે, ઉપમા, નમકીન, ઘી વાળી રોટલી લેશો તો વધારે ફાયદાકારક બની રહેશે.

જો તમે બેકરીની બનેલી વસ્તુઓ જેવી કે, પાંઉ, કપ કેક અથવા અન્ય વસ્તુઓ નાસ્તામાં ખાવા માટે ટેવાયેલા છો તો તેના બદલે તમે હોલગ્રેન બ્રેડ અથવા લોટની બનેલી બ્રેડ તમારા માટે ફાયદાકારક છે.

(9:47 am IST)