Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઈન્ડિયન-વેસ્ટર્નનું સંયોજનઃ પેન્ટ ઉપર સાડી પહેરવાનું ચલણ

જ્યારે પણ બ્લાઉઝની વાત આવે તો સૌથી પહેલા સાડીનો જ વિચાર મનમાં આવે છે. પરંતુ, ફેશનના આ યુગમાં ડીઝાઈનર્સ હંમેશા કંઈક નવુ પીરસવાનું વલણ ધરાવે છે. જો તેમ પણ અત્યાર સુધી સાડી માત્ર બ્લાઉઝ સાથે પહેરો છો તો હવે કંઈક નવુ ટ્રાઈ કરો. હવે બ્લાઉઝને સાડી સાથે ટીમઅપ કરવાની રીત ખૂબ જ જૂની થઈ ગઈ છે.

જો તમારૂ નામ પણ મહિલાઓની એ યાદીમાં છે જે ફેશન પરસ્ત છે એટલે કે બદલાતી ફેશનને સ્વીકાર્ય કરે છે અને તમને તમારા લુક સાથે એકસપેરીમેન્ટ કરવુ સારૂ લાગે છે. તો હવે તમે સાડીને ભૂલી જાવ અને બ્લાઉઝને આપો એક નવો અંદાજ. તો જાણી લો સાડી-બ્લાઉઝને ટીમઅપ કરવાની એક નવી રીત.

બ્લાઉઝ વીથ ધોતી

બ્લાઉઝ વીથ ધોતી પેન્ટ્સ વાળી સાડી બ્લાઉઝ માત્ર સ્લિમ જીન્સ સાથે જ નહીં, તેને ધોતી પેન્ટ્સ સાથે પહેરવાથી પણ મોર્ડન લૂક આપી શકાય છે. તમે ઈચ્છો તો સાડી બ્લાઉઝ ઉપર જેકેટ પણ પહેરી કશો છો. ઈન્ડિયન-વેસ્ટર્નનું આ કોમ્બિનેશન બોલીવુડમાં ખૂબ જ પ્રચલિત છે. કેટલાક બોલીવુડ સ્ટાર જેમકે, સોનમ કપૂર, શીલ્પા શેટી, વગેરે આ સ્ટાઈલને અનુસરે છે. ઉપરાંત આની સાથે તમે ભારે ઘરેણા પહેરી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. એટલુ જ નહીં આને તમે કોઈ પણ ફેશન ઈવેન્ટ અથવા પાર્ટીમાં પહેરી શકો છો.

સાડી-બ્લાઉઝ વીથ પેન્ટ

હાલમાં જ સાડી-બ્લાઉઝને પેન્ટ સાથે પહેરવાનું ચલણ ખૂબ જ વધ્યુ છે. સાડીના લુકને એક અલગ અને મોર્ડન ટચ આપવા માટે આ લુકમાં પેન્ટ્સનો પ્રયોગ થવા લાગ્યો છે. એટલુ જ નહીં આ અગાઉ ડિઝાઈનર્સે 'સ્લિમ પેન્ટ્સ વિથ સાડી બ્લાઉઝ' અને સાડીનું ફયુઝન રેમ્પ ઉપર રજૂ કર્યું હતું. આ લુકમાં લોઅર વેરમાં પેટીકોટના સ્થાને સ્લિમ પેન્ટ પહેરવામાં આવે છે. આ ઉપરાંત અલગ લુક આપવા માટે સાડી પણ અલગ સ્ટાઈલમાં પહેરવામાં આવે છે. આવી રીતે એક નાના ફેરફારથી ઈન્ડિયન વેરને સ્ટાઈલીશ અને મોર્ડન ટચ મળી જાય છે.

સાડી બ્લાઉઝ વીથ સ્કર્ટ

 જો તમે ટ્રેંડી બ્લાઉઝ પહેરવાના શોખીન છો તો આ વર્ષે ખૂબ જ લોકપ્રિય બની રહેલ સોલ્ડર બ્લાઉઝ અથવા તો સ્લિવલેસ બ્લાઉઝને લોન્ગ સ્કર્ટસ સાથે પહેરી શકો છો. તેની સાથે તમે લાઈટવેટ જ્વેલરી પણ ખૂબ સુંદર લાગે છે. આ પેટર્ન સ્કર્ટથી વધુ પ્લેન સ્કર્ટ સાથે ખૂબ જ સુંદર લાગે છે. હાલ ડીઝાઈનર્સ બ્લાઉઝને શોર્ટ અને લોન્ગ સ્કર્ટ સાથે ટીમઅપ કરી સાડીની જગ્યાએ દુપટ્ટાનો પાલવ તરીકે ઉપયોગ કરે છે. આ એકદમ નવો અને અલગ લુક છે. 

(9:47 am IST)