Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઇંડોનેશિયાનો આ જીવ મિનિટોમા 26 લોકોને મારી શકે છે

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા તાજેતરમાં ઈન્ડોનેશિયામાં વેકેશન મનાવવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન તે ઈન્ડોનેશિયાના બાલીમાં હતી અને એક નાના એવા ઓક્ટોપસને પોતાના હાથમાં લીધો હતો. પરંતુ તેને કદાચ એ ખબર નહીં હોય કે આ માસૂમ દેખાતો ઓક્ટોપસ એક જીવલેણ જીવ છે જે મિનિટોમાં 26 લોકોને મારી શકે છે. આ ઓક્ટોપસની બોડી પીળા રંગની હોય છે તેના રિંગ્સ વાદળી કલરના હોય છે પરંતુ આ રિંગ્સ ત્યારે દેખાય છે જ્યારે આ જીવને કોઈ છંછેડે છે. સામાન્ય રીતે આ ઓક્ટોપસ રાત્રે એક્ટિવ હોય છે અને દિવસે ઓછા દેખાય છે. આ ઓક્ટપસના ડંખથી દુખાવો નથી થતો પરંતુ 10 મિનિટની અંદર જ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરીરને લકવો લાગી જાય છે અને હોસ્પિટલ લઈ જવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

                  અગાઉ ઓસ્ટ્રેલિયામાં રહેતી 42 વર્ષની એક વ્યક્તિ પણ ચર્ચાનો વિષય બની હતી જ્યારે તેના પર આ જ બ્લૂ રિંગ ઓક્ટોપસે હુમલો કર્યો હતો. એરોન પિક્સને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એરોને જણાવ્યું હતું કે, તે પોતાના ઘરની સફાઈ કરી રહ્યો હતો અને તેને ત્યારે એક શેલ મળ્યો હતો જેમાં આ ઓક્ટોપસ હતો.પરંતુ એરોને જ્યારે ધ્યાનથી જોયું તો તેના પગની નજીક એક ઓક્ટોપસ ચાલી રહ્યો હતો. આ ઓક્ટોપસે એરોનને ડંખ નહોતો માર્યો પણ તેને કાઢવાના ચક્કરમાં થોડી ઈજા થઈ હતી. તરત તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ ઓક્ટોપસ એરોનને કરડ્યો નહોતો પરંતુ તેને હટાવવાના ચક્કરમાં થોડી ઈજા થઈ હતી. ડૉક્ટર્સનું કહેવું હતું કે, જો આ ઓક્ટોપસ તેને કરડ્યો હોત તો એરોનનું બચવું મુશ્કેલ હતું.

(5:37 pm IST)