Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમેરિકાના કોલોરોડા રાજ્યમાં ગોળીબારીની ઘટનામાં એક પોલીસ ઓફિસર સહીત 10 લોકોના મોત

નવી દિલ્હી: થોડાક સમય પહેલા અમેરિકાના અટલાન્ટા રાજયમાં બે જગ્યાએ મસાજ પાર્લર પર થયેલા હુમલામાં બંદુકધારીઓએ આઠ લોકોને મારી નાખ્યા હતા. વધુ બનેલી એક ઘટનામાં અમેરિકાના કોલોરોડા રાજયના બોલ્ડરમાં આવેલી એક સુપર માર્કેટમાં ગોળીબારીની ઘટનામાં એક પોલીસ અફસર સહિત ૧૦ લોકોના મુત્યુ થયા છે. આ ઘટના માટે જવાબદાર ગણાતા એક શંકાસ્પદ વ્યકિતની ઘરપકડ કરવામાં આવી છે,તે ઘટના દરમિયાન ઘાયલ થયો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગેના વીડિયો ફૂટેજમાં એક આધેડ ઉંમરનો શર્ટલેસ શખ્સે હાફ પેન્ટ પહેરલી છે. આ ઘાયલ શખ્સને હાથકડી પહેરાવીને પોલીસ લઇ જઇ રહી છે.

         ફરજપાલન દરમિયાન જીવ આપી દેનારા પોલીસ અફસરનું નામ ૫૧ વર્ષના એરિફ ટેલી છે. ટેલી વર્ષ ૨૦૧૦થી બોલ્ડર પોલીસ સાથે ફરજ બજાવતા હતા. બોલ્ડર પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે ટેલી સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સુપર માર્કેટમાં ગુનેગારોને પડકારીને પોતાના સાહસનો પરીચય આપ્યો હતો એ દરમિયાન તેઓ પણ ગોળીઓનો ભોગ બન્યા હતા. સુપર માર્કેટમાં ગોળીબાર કરવા પાછળનો હેતું શું હતો તે હજુ સુધી જાણવા મળતું નથી.

(5:36 pm IST)