Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ખભા-ગરદન વચ્ચેના હાડકા વગરના યુવાને બે ખભાથી તાળી પાડવી પડે છે

અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટના રહેવાસી કોરી બેનેટને જન્મથી પાંસળીઓની ઉપરના (ખભા અને ગરદન વચ્ચેનાં) બે આડાં હાડકાં એટલે કે કોલર બોન ન હોવાથી એ બે ખભા વડે તાળી પાડી શકે છે

ન્યુયોર્ક, તા.૨૪: અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટના રહેવાસી કોરી બેનેટને જન્મથી પાંસળીઓની ઉપરના (ખભા અને ગરદન વચ્ચેનાં) બે આડાં હાડકાં એટલે કે કોલર બોન ન હોવાથી એ બે ખભા વડે તાળી પાડી શકે છે. કલેઇડોક્રેનિયલ ડિસ્લેપ્સિયા નામનો જન્મજાત રોગ હાડકાં અને દાંત બન્નેને અસર કરે છે. એ બીમારીમાં કોલર બોન્સના અભાવને કારણે ખભા છુટ્ટા હોય છે. તેનો બે ખભા વડે તાળી પાડતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. કોરી બેનેટ ઠીંગણો હોવા ઉપરાંત વિકૃત દાંત અને મોટા માથાને કારણે જુદો જ દેખાય છે એથી બાળપણથી લોકોની મશ્કરી, અવહેલના અને કયારેક તિરસ્કાર પણ સહન કરતો રહ્યો છે. કોરી બેનેટે તેની એ સ્થિતિ તથા તેના જેવા અન્યોની મુશ્કેલીઓ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા ટિક ટોકના માધ્યમનો વપરાશ શરૂ કર્યો છે. તેના બે ખભામાં એટલી બધી તાકાત છે કે તે બન્ને ખભાને ભેગા કરી ઠંડા પીણાનું કેન પણ વાળી શકે છે.

બે ખભા વડે તાળીઓ પાડવાના વિડિયોના ૧૦ લાખથી વધારે વ્યુઝ નોંધાયા છે.

(11:29 am IST)