Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ફકત ત્રણ જ મહેમાનને બોલાવી લગ્નના ખર્ચમાં મૂકયો કાપ, પછી ખરીદી લીધું ઘર

લંડન,તા. ૨૪: પોતાનું એક ઘર હોય એ લગભગ દરેક કપલનું સ્વપ્ન હોય છે. પરંતુ મોંઘવારીમાં ઘર ખરીદવું અઘરું છે ત્યારે એક કપલે ઘર ખરીદવા માટે પૈસા બચાવવાનો નિર્ણય કર્યો અને પોતાના લગ્નમાં ભારે કાપ મૂકયો. બ્રિટનના રહેવાસી કપલ બેથ બેટ્સ અને જેકના લગ્નમાં ફકત ત્રણ ગેસ્ટ આવ્યા અને તસવીરો કિલક કરવાનું કામ કેટલાક અજાણ્યા લોકોએ કર્યું. સોશિયલ મીડિયા પર કપલની કહાની ઘણી શેર થઇ રહી છે.

ધ સનના રિપોર્ટ અનુસાર કન્યાએ લગ્નનો ડ્રેસ પણ ૨ હજાર રુપિયામાં ખરીઘો હતો. સામાન્ય સંજોગોમાં બ્રિટનમાં એક લગ્ન પર અંદાજે ૩૦ લાખ રુપિયાનો ખર્ચ આવે છે. પરંતુ આ કપલના લગ્ન પર કુલ ૪૦ હજાર રુપિયાનો ખર્ચ થયો.

લગ્નમાં પૈસા બચાવવાના કારણે કપલે બ્રિટનના એસેકસમા ૩ બેડરુમનો ફ્લેટ ખરીદી લીધો. બેથે જણાવ્યું કે લગ્ન પહેલા જ તેમનું એક બાળક થઇ ચૂકયું હતું અને બીજુ બાળક ખરીદતા પહેલા તેઓ ઘર ખરીદવા માંગતા હતા.

બેથે કહ્યું કે પરિવારવાળાઓએ લગ્નમાં ભાત-ભાતની વ્યવસ્થા કરવા માટે ઘણું દબાણ કર્યું.

જો કે પહેલા તેમને આવો અંદાજો નહોતો. પરિવારના સભ્યોએ દૂરના સગાને બોલાવવા માટે કહ્યું. લગ્નમાં શરાબની વ્યવસ્થા કરવાની માંગ કરી.

તો બેથે જયારે લગ્નનો નિર્ણય કર્યો, તેના ચાર મહિના પછી પોતાના સગાસંબંધીઓને જણાવ્યું કે પોતાના હિસાબે જ આયોજન કરશે. ઘણાં સગાવ્હાલાને આનો ઝટકો લાગ્યો. પરંતુ કપલના માતા-પિતા ખુશ હતા.

(10:17 am IST)