Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સર્પમિત્રની કારમાં નાગણે બે મોઢાળા બચ્ચાનો જન્મ આપ્યો

સીડની,તા.૨૪: ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા પ્રાંતના આર્ડિયર શહેરમાં એક ભાઈ કે બહેનના ઘરની પાછળના ભાગમાં એક ટાઈગર સ્નેક નીકળતાં તેમણે સ્નેક-કેંચર એટલે કે સર્પમિત્રને બોલાવ્યો હતો. એ સપમિત્ર સ્ટુઅર્ટ ગેટ ઉર્ફે સ્ટુવીએ ટાઇગર સ્નેકને કારમાં લઈને જતો હતો ત્યારે એ માદા સર્પે પ્રવાસ દરમ્યાન કેટલાંક બચ્ચાંને જન્મ આપ્યો. બચ્ચાંમાંથી એક બેમોઢાળું બચ્ચું  છે. સ્ટુવીએ સર્પને પકડીને એક કોથળામાં નાખ્યો અને એ કોથળો કારમાં નાખ્યો હતો. ઘરે પહોંચીને તેણે કોથળો ખોલ્યો ત્યારે માદા સર્પે કેટલાંક બચ્ચાંને જન્મ આપ્યો હોવાનું જોવા મળ્યું હતું. એમાંથી એક બચ્ચાને બે મોઢાં હતાં. સર્પમિત્ર સ્ટુવી એ બચ્ચાંને વેટરનરી ડોકટરની કિલનિકમાં લઈ ગયા. સર્પોની એ જાતિમાં બે મોઢાં હોવાથી એનું જીવવું મુશ્કેલ હોવાથી ડોકટરે બે મોઢાળા બચ્ચાને મારી નાખ્યું હતું.

(3:51 pm IST)