Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

આ સ્પેનિશ યુગલે બારીમાં ઉભાં રહીને લગ્ન કર્યાં અને પાડોશીઓ પોતપોતાની બાલ્કનીમાંથી સાક્ષી બન્યા

લંડન,તા.૨૪: સ્પેનના કોરુના શહેરમાં ડેનિયલ કેમિલા અમે અલ્બા ડિયાઝ નામના એક યુગલે શુક્રવારે લગ્ન કર્યાં હતાં. છેલ્લા એક વર્ષથી લગ્નની તૈયારી કરી રહેલા આ સ્પેનિશ યુગલે શુક્રવારે ઘરની બારીમાં ઊભાં રહીને લગ્ન કર્યાં હતાં. આ લગ્નના વાઇરલ થઈ રહેલા વિડિયોમાં આ યુગલે એક પાડોશીને લગ્નની વિધિ કરવા તેમ જ સાક્ષી બનવા માટે પાડોશીઓને જણાવ્યું હતું.

વિડિયોમાં કોરુના શહેરના એક અપાર્ટમેન્ટની બારીની બહાર નમીને ડેનિયલ કેમિલા અમે અલ્બા ડિયાજ બન્ને બારીમાંથી આઇ ડુ કહીને લગ્નની મંજૂરી આપતાં જોવા મળી રહ્યાં છે. બન્ને જણ આ રીતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં, પરંતુ એક વર્ષના લાંબા ઇન્તેજાર પછી લગ્નને વધુ લંબાવવા પણ નહોતાં ઇચ્છતાં. વિશ્વના મોટા ભાગના દેશોની જેમ જ સ્પેનમાં પણ હાલમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે.

(3:48 pm IST)