Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ઇઝરાયેલનો નથી એ અધિકાર આપવાનો ટ્રમ્પ પ્રયાસ કરે છે : ઇરાન

તહેરાનઃ ઇરાનના વિદેશમંત્રી જવાદ શરીફે શુક્રવારે કબજાવાળા ગોલન હાઇટસ પરના નિયંત્રણ વિશે ઇઝરાયેલી  સમર્થક નિવેદન આપવા બદલ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી.  ગયા સપ્તાહે ન્યુઝીલેન્ડમાં થયેલ આતંકવાદી હુમલા અંગે ઇસ્તંબુલ ખાતે યોજાયેલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનની બેઠક પછી ઝરીફે ટવિટ કર્યુ હતુ. જેમા તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને લખ્યુ હતુ કે પહેલા અલ કુદસ અને હવે ગોલાન હાઇટસ જે જાતિવાદી ઇઝરાયેલનુ નથી એ આપવાના ડોનાલ્ડ ટ્રમ્પના સતત પ્રયત્નોથી તમામ ઓઆઇસી દેશોને આઘાત પહોચ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટવીટ કરીને કબજાવાળા ગોલાન હાઇટસ ઇઝરાયેલી નિયંત્રણ તરીકે ઓળખાવ્યુ હતુ.

(1:22 pm IST)