Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

નૌકા દુર્ઘટના બાદ ઇરાકી અધિકારી રોષે ભરાયેલા ટોળાને કચડીને આગળ વધ્યા

     મોસુલઃ ઇરાકના ઉત્તરીય  નિનેવાહ પ્રાંતના પ્રાદેશિક પાટનગર મોસુલમાં ગુરુવારે ઘાતક ફેરીબોટ દુર્ઘટનામા અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા બાદ શુક્રવારે રોષે ભરાયેલા ટોળાને વિખેરવા દરમિયાન રાજયપાલનો કાફલો બે લોકોને કચડીને પસાર થઇ ગયો હતો. ફેરીબોટ ડૂબી જતા ૧૦૩ લોકોના મૃત્યુ થયા હતા. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ પીડિતોના અનેક સંંબંધીઓ સહીત રોષે ભરાયેલા સ્થાનીકોએ નિનેવા ગવર્નર નોફ અલ  અકીબના આગમન સમયે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમ્યાન અલ-અકીબના કાફલાએ ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ  કર્ર્યો હતો. જેમાં પીડિતોના બે સબંધીઓને કચડી નાખ્યા હતા. તેની ઇજાઓ અંગે હજુ જાણી શકાયુ નથી.

 

(1:21 pm IST)