Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ઇરાક હોડી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને ૧૦૩ થયોઃ અધિકારી

નિનેવેહઃ ગુરૂવારે ઇરાકની ટિગરિસ નદીમાં હોડી  ડૂબવાને કારણે ૧૦૦ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ શુક્રવારે નિનેવેહની પ્રાંતિય સમિતિના સભ્ય ઘઝવાન અલ-દાઉદીએ પત્રકારોને જણાવ્યું હતુ કે આ દુર્ઘટનામા મૃત્યુ આંક ૧૦૩ એ પહોંચી ગયો છે. જયારે પ૦ લોકો હજુ પણ લાપત્તા છે. અમારુ માનવું છે કે આ હોડી ડૂબી હતી તેમા ર૦૦ મુસાફરો સવાર હતા. નિનેવેહ પ્રાંતની પ્રાદેશિક રાજધાની મોસુલમા નજીક આવેલી નદીમાંથી લગભગ પપ જેટલા પીડિતોને બહાર કાઢવામાં આવ્યા હતા.

(1:21 pm IST)