Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

હોડી દુર્ઘટનામાં ૧૦૦ થી વધુના મોત બાદ ઇરાકના મોસુલમાં રોષ અને દુઃખની લાગણી છવાઇ

મોસુલઃ શહેરમાં રોષ અને દુઃખની લાગણી છવાઇ જતા ઇરાકના ગૃહ મંત્રાલયે શુક્રવારે  જણાવ્યું હતુ કે ટિગ્રીસ નદીમાં હોડી ડૂબવાને કારણે ૧૦૦ લોકોનો મોત નિપજયા હતા, જેમાં મોટે ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હોડીમાં બેઠેલા મુસાફરો કુર્દિશ નૂતન વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. વર્ષોથી જેહાદી શાસનથી ત્રાસ ગયેલા ઇરાકના બીજા શહેરના રહેવાસીઓએ વડાપ્રધાન અબ્દુલ મહેંદી પાસે ગુરુવારે સર્જાયેલી આ દુર્ઘટના બાદ ત્રણ દિવસનો રાષ્ટ્રીય  શોકના સ્વરૂપે ન્યાય આપવાની માંગણી કરી હતી.

મોસુલીઓએ આ વર્ષે પહેલીવાર વાર્ષિક ઉત્સવની શરૂઆત કરી હતી.  ઉજવણી ત્યારે દુર્ઘટનામા પરિણમી જયારે ક્ષમતા કરતા વધુ મુસાફરોથી ભરેલી હોડી  પ્રવાસી આઇસલેન્ડ જવાના રસ્તે ડૂબી ગઇ. મોસુલના સુરક્ષા અધિકારીઓએ આ અકસ્માત માટે  પાણીના ઉંચા સ્તર અને  હોડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને જવાબદાર ઠેરવ્યા છે.

(1:21 pm IST)