Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઓનલાઇન ગિફિટંગ સ્ટોર્સ વધુ પસંદ કરે છે ભારતીયો

જયારે કોઇકને ગિફટ આપવાની વાત હોય ત્યારે કોઇ દુકાનમાં જઇને ખરીદી કરવાને બદલે ભારતીયો ઓનલાઇન સ્ટોર્સમાંથી ખરીદવાનું  વધુ પસંદ કરે છે એવું એક સર્વેમાં બહાર આવ્યું છે.એક ઓનલાઇન ગિફિટંગ સ્ટોરે ૫૦૦ લોકોને સર્વે કરીને તારવ્યું હતું કે ઇન્ડિયામાં લગભગ ૮૪ ટકા લોકોને ગિફિટંગ માટે ઓનલાઇન સ્ટોર્સનો ઉપયોગ કરવાનું ગમે છે. પ્રિયજનોને કંઇક ભેટ આપીને સ્પેશયલ ફીલ કરાવવું હોય ત્યારે ઓનલાઇન સ્ટોર્સમાંથી પસંદગી કરવાનું સરળ અને સગવડભર્યુ રહે છે.૫૯ ટકા લોકોને લાગે છે કે કોઇ એક દુકાનમાં જઇને ગિફટમાં આપવાની ચીજની શોધ કરવા કરતાં ઓનલોઇન સ્ટોર્સમાં ગિફટ આઇડિયાઝ અને ઓપ્શન્સ બન્ને વધુ હોય છે.(૨૨.૭)

 

(3:54 pm IST)