Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

એકસરસાઇઝ કરવાનું અચાનક બંધ કરી દેશો તો ડિપ્રેશન જેવું ફીલ થવા લાગશે

ઓસ્ટ્રેલિયા, તા.૨૪ : આપણે એવું જરૂર સાંભળ્યું છે કે નિયમિત કસરત કરવાથી બોડીમાં ફીલગુડ હોર્મોન્સ ઝરે છે અને ડિપ્રેશનનાં લક્ષણો હળવાં થાય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ એડીલેડના નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમે નિયમિત એકસરસાઇઝ કરતા હો તો અચાનક જ સાવ એકસરસાઇઝ કરવાનું બંધ કરી દેવું પણ ઠીક નથી. એમ  કરશો તો જાણે ડિપ્રેશન આવ્યંુ હોય એવું ફીલ થવા લાગશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ છેલ્લા બે દાયકામાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ લાલ બની સમાન વધ્યું છે અને વિશ્વભરમાં અક્ષમતાનું બહુ મોટું કારણ બની રહ્યું છે. શરીરને સતત અને પૂરતો વ્યાયામ મળી રહે એ શારીરિક અને માનસિક બન્ને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અફેકટીવ ડિસઓર્ડર નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ યુનિવર્સિટી ઓફ એડીલેડના રિસર્ચરોએ વ્યાયામ કરતા રહેવામાં સાતત્યની જરૂર પર ભાર આપ્યો છે. તમે નિયમિત સારી એવી કસરત કરતા હો અને અચાનક જ સળંગ થોડાક દિવસ માટે સાવ જ બેઠાડું જીવન જીવવા લાગો તો એનાથી ભલે તમે ફિઝિકલી સ્વસ્થ હશો, પણ મન પર વ્યગ્રતા અને હતાશાનાં વાદળો ઘેરાવા લાગી શકે છે. થોડીક-થોડીક મિનિટો કરીને વીકમાં ૧પ૦ મિનિટ માટે મધ્યમ તીવ્રતાવાળી કસરત કરવાથી ડિપ્રેશનને આવતું જ અટકાવી શકાશે. આ વીકલી એકસરસાઇઝમાં નિયમિતતા પણ બહુ જ મહત્વનું ફેકટર છે.

(2:08 pm IST)