Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

તમે કેટલા હેપી છો એ તમારા મગજના બંધારણ પર નિર્ભર છે

જાપાન, તા.૨૪ : કોઇ  અધ્યાત્મગુરૂને પૂછીશું તો કહેશે કે હેપીનેસ બહાર કયાંય નહીં, આપણા મન અને અભિગમમાં સમાયેલી છે. જે સ્થિતિમાં એક વ્યકિત ખૂબ ખુશી ફીલ કરે છે એ જ સ્થિતિમાં કોઇને જરાય ખુશી ન ફીલ થાય એવું પણ બની શકે છે. કેમ કેટલાક લોકો બધું જ સારૂં થતું હોવા છતાં એની ખુશી માણી નથી શકતા અને હંમેશાં રોતડા, દયામણા અને દુખી જ પેશ આવે છે? તો કેમ કેટલાક લોકો અનેક મુસીબતો અને વિટંબણાઓનો સહજતાથી ચેલેન્જ તરીકે સ્વીકાર કરીને ખુશનુમા મિજાજ સાથે જીવે છે? આ વાતનો કોયડો જેપનીઝ સંશોધકોએ ખોળી કાઢયો છે. જેપનીઝ પ્રોફેસરોનું કહેવું છે કે વ્યકિત હેપી ફીલ કરે છે કે નથી કરતી એનો આધાર તેના મગજના ચોકકસ ભાગના વિકાસ અને ગ્રે મેટર એમાં મહત્વનો ભાગ ભજવે છે. અભ્યાસકર્તાઓએ કેટલાક વોલન્ટિયર્સની લાઇફનો હેપીનેસ ઇન્ડેકસ નોંધીને તેમના મગજના મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ સ્કેન રિપોર્ટ સાથે સરખાવીને આ તારણ કાઢનું છે.

(2:07 pm IST)