Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઇક્વાડોરની જેલમાં કેદીઓ વચ્ચે થયેલ હાથાપાઈમાં 75 કેદીઓના મોત

નવી દિલ્હી:ઇક્વાડોરની ત્રણ જેલમાં મંગળવારના રોજ થયેલ કેદીઓ વચ્ચેની લડાઈમાં 75 કેદીઓના મોત નિપજ્યા છે.સાથો સાથ અન્ય ઘણા કેદીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.સુરક્ષાબળ સ્થિતિને નિયંત્રીત કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે.જેલની પ્રબંધકીય વિસ્તારના નિર્દેશક એડમુંડો મોંકાયોએ જણાવ્યું છે કે બંદરગાહ શહેર ગુઆયાકીલની જેલમાં 21 કેદીઓના મોત નિપજ્યા છે કેંકાની જેલમાં અન્ય 33 કેદીઓ મોતને ભેટ્યા છે સાથોસાથ લાતા કંગામાં આંઠ કેદીઓ મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:28 pm IST)