Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઇરાનના નેતાએ કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને બુરખો પહેરવો ફરજીયાત કર્યો

નવી દિલ્હી: ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ સોમવારે અજીબ ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને હિજાબ પહેરાવીને બતાવવું જોઈએ. તસ્નીમ ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે એનિમેટેડ પાત્રોમાં મહિલાઓને હિજાબ પહેરાવવું આવશ્યક છે.

           ખામનેઇએ કહ્યું કે હિજાબ ન પહેરાવવાના પરિણામોને જોતા, એનિમેશનમાં હિજાબ બતાવવું જરૂરી છે. આ ફતવો ઇસ્લામિક કાયદાના મુદ્દાને આધારે જારી કરવામાં આયો છે. જે કાયદેસર રીતે બંધન નથી કરતુ પરંતુ કોઈ માન્યતા પ્રાપ્ત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવે છે.

(5:27 pm IST)