Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઈરાનની અમાનવીય ઘટના:હાર્ટએટેકથી મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને આપવામાં આવી ફાંસી.

નવી દિલ્હી: ઈરાનમાં જાહરા ઈસ્માઈલી નામની મહિલા અને તેના પતિ વચ્ચે ટકરાવ ચાલતો હતો.જાહરાને અને તેના બે બાળકોને તેનો પતિ રોજ મારઝૂડ કરતો હતો.આવા જ એક ઝઘડામાં મહિલાએ પતિની હત્યા કરી નાંખી હતી. ઈરાનમાં કાયદા સખ્ત છે અને આ કેસમાં જાહરાને ફાંસીની સજા અપાઈ હતી.ઈરાનની સરકાર કોઈ પણ કિંમત પર મહિલાને ફાંસી આપવા માંગતી હતી.મહિલાના વકીલનુ કહેવુ છે કે, જાહરા પહેલા બીજા 16 લોકોને ફાંસીએ ચઢાવવાના હતા અને તેના ડર અને તનાવ વચ્ચે જાહરાને ફાંસી અપાય તે પહેલા જ હાર્ટ એટેક આવી ગયો હતો અને તે મોતને ભેટી હતી. વકીલનો આક્ષેપ છે કે, આમ છતા સરકારી તંત્રે તમામ માનવતા નેવુ મુકી દીધી હતી અને મૃત મહિલાના મૃતદેહના હાથ બાંધ્યા હતા અને તેને સ્ટૂલ પર ગોઠવ્યો હતો.મહિલાના ગળામાં ફાંસીનો ફંદો પણ નાંખવામાં આવ્યો હતો.

(5:26 pm IST)