Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

કોરોના વાયરસથી 6ના મૃત્યુ પછી ઈરાનમાં શાળા અને સાંસ્કૃતિક કેન્દ્ર બંધ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઈરાનમાં કોરોના વાયરસથી 6ના મૃત્યુ નિપજતા પ્રભાવિત પ્રાંતોમાં અધિકારીઓએ મહામારી ફેલાતી રોકવા માટે શાળાઓ,કોલેજો અને વિશ્વવિદ્યાલયો તેમજ સાંસ્કૃતિક કેન્દ્રને  આજથી બંધ કરવાનો  આદેશ આપ્યો છે ઈરાનમાં કોરોના વાયરસથી થયેલ મૃત્યુ એશિયા-પ્રશાંત વિસ્તારના બહારના કોઈ પણ દેશમાં સૌથી વધારે છે. ઈરાનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કારણોસર 28 લોકો સંક્રમિત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

             ઈરાનની સરકારે અઠવાડિયાની અંદર દેશના બધા કલા અને સિનેમા કાર્યક્રમોને પણ રદ કરી દેવાની ઘોષણા કરી છે  જેનાથી સંક્રમણને ફેલાવતો અટકાવી શકાય ઈરાનનું અનુમાન છે કે સંક્ર્મણ ચીની શ્રમિકોથી દેશમાં આવ્યું છે હજુ સુધી વાત પર કોઈ સબુત નથી આપવામાં આવ્યું.

(6:09 pm IST)