Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ન્યૂઝીલેન્ડના પૌનુઈ બીચ પર 60 વર્ષીય શખ્સ પર ગ્રેટ વ્હાઇટ શાર્કનો જીવલેણ હુમલો

નવી દિલ્હી: ન્યૂ ઝીલેન્ડના પૌનુઈ બીચ પર રવિવારે 60 વર્ષીય સર્ફર પર ગ્રેટ વ્હાઈટ શાર્કે હુમલો કર્યો, પરંતુ નિકી મિનોગે હાર માની અને શાર્કને મુક્કો મારીને ભગાડી દીધી. શાર્ક નિકીને ગળી જવાની તૈયારીમાં હતી પણ તે નિષ્ફ્ળ નીવડી. શાર્કે નિકીના હાથ પર બચકું ભર્યું. નિકીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું દર રવિવારે દરિયામાં સર્ફિંગ કરું છું. તે દિવસે અચાનક શાર્કે આવીને મારા સર્ફિંગ બોર્ડ પર હુમલો કરી દીધો. હું પડી ગયો અને એક સમય માટે તો ખબર પડી કે હું શું કરું ! પછી મેં હિંમત ભેગી કરીને શાર્કના ચહેરા પર પંચ મારવાનું શરૂ કરી દીધું. હું તેને પંચ મારતો હતો તેમ છતાં તે વારંવાર હુમલો કરી રહી હતી. મેં સાંભળ્યું હતું કે શાર્ક હુમલો કરે તો તેની આંખ અને નાક પર હુમલો કરવો જોઈએમારો મુક્કો તેની આંખ પર લાગ્યો અને તે ડરી ગઈ.

                   વધુમાં નિકીએ જણાવ્યું કે, મારી નજીક જર્મન સફર હતો, તેણે મારી બૂમો સાંભળી કે તરત મારી તરફ આવી પહોચ્યો. ત્યારબાદ તે મને કિનારા સુધી લઈ ગયો. એક્સપર્ટે મારા સર્ફ બોર્ડ લાગેલા શાર્કના દાંતની તપાસ કરી અને તે ગ્રેટ વ્હાઈટ શાર્ક હોવાનું સામે આવ્યું.

(6:08 pm IST)