Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ઇરાકની રાજધાની બગદાદમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે સંઘર્ષમાં એક પ્રદર્શનકારીનું મૃત્યુ:6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:રવિવારના રોજ ઇરાકની રાજધાની બગદાદમાં સરકારી વિરોઘી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલ એક સંઘર્ષમાં એક પ્રદર્શનકારીઓનું મૃત્યુ  નીપજ્યું છે તેમજ 6પ્રદર્શનકારીઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે ઘટના ત્યારે બની હતી જયારે સુરક્ષાબળોની ભીડ કંટ્રોલમાં કરવા માટે રાઉંડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું

            ઈરાકી સુરક્ષા અને ચિકિત્સા અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બગદાદના કેન્દ્રીય ખીલાની સ્ક્વાયરમાં રવિવારના રોજ એક પ્રદર્શનકારીઓનું મૃત્યુ નીપજ્યું છે અને ઓછામાં ઓછા 6 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:06 pm IST)