Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ગાઝા અને સીરિયામાં ઇઝરાયલે મિસાઈલ હુમલો કર્યો

નવી દિલ્હી:ઇઝરાયલે પોતાના એક હવાઈ હુમલામાં ગાઝા પટ્ટી અને સીરિયામાં ઇસ્લામિક જેહાદ આતંકવાદી સમૂહને નિશાન બનાવીને ઓછામાં ઓછા 6 લડાકુઓને મોતનેઘાટ ઉતાર્યા છે. ઇઝરાયલી વાયુ સેનાએ સિરિયાની રાજધાની  દમિશ્કમાં ઇસ્લામિક જિહાદના કેમ્પોને નિશાન બનાવ્યું હતું તેમને 20થી વધારે રોકેટો અને મોટરો છોડી હતી.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલો સોમવારના રોજ એ સમયે થયો હતો જયારે ફિલીસ્તીની  આતંકવાદીઓએ દક્ષિણી ઈઝરાયલમાં લગભગ 20 રોકેટ છોડ્યા હતા. ઇઝરાયલ આ હુમલાને આતંકવાદીઓના મૃત્યુનો બદલો ગણી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:05 pm IST)