Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અમેરિકા: ટેક્સાસની માર્કેટમાં ગોળીબારીની ઘટનામાં 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ટેક્સાસમાં આવેલ બજારમાં ગોળીબારીની ઘટનામાં સાત લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હ્યુસ્ટનથી 18 કિલોમીટર દૂર બજારમાં રવિવારના રોજ  રાત્રીના સમયે ઘટના બની હતી.

             હૈરીસ કાઉંટી શેરીફ,એડ ગોંજાલેઝે ટ્વીટ કરીને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  થોડાક લોકોને ગોળી વાગવાથી  ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે એક શંકાસ્પદ પુરુષની ધરપકડ કરીને  મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)