Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જન્મતાની સાથે જ આ બાળકીએ ડોકટર સામે ભવા ચડાવ્યા

લંડન,તા.૨૪: બાળકના જન્મ પછી તેના ફેફસાં વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ ચકાસવા ડોકટરો બાળકને ટપલી મારીને રડાવતા હોય છે. જોકે બ્રાઝિલમાં રિયો ડી જાનેરોની એક હોસ્પિટલમાં ૧૩ ફેબ્રુઆરીએ એક બાળકીનો જન્મ થયો, પરંતુ તે રડી નહીં. ડોકટરોએ ગર્ભનાળ કાપતાં પહેલાં તેને રડાવવાની કોશિશ કરી તો બાળકીએ ગુસ્સાભરી નજરોથી ડોકટર સામે જોયું. હોસ્પિટલના સ્ટાફે તેના ગુસ્સાવાળા ચહેરાનો ફોટો લીધો. ગુસ્સાથી તાકનારું આ પહેલું બાળક હોવાથી બાળકીના ચહેરા પરના ગુસ્સાવાળા હાવભાવથી ડોકટરો પણ પરેશાન હતા. જોકે ગર્ભનાળ કાપ્યા પછી તે રડવા માંડી હતી.

હોસ્પિટલવાળાઓએ બાળકીનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. ભવાં ચડાવીને નારાજગી વ્યકત કરતી આ બાળકીની તસવીર વાઇરલ થઈ છે.

(4:10 pm IST)