Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રશિયાના કમચટકા પ્રાયદ્વીપ નજીક 4.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના સુદૂર પૂર્વમાં કમચટકા પ્રાયદ્વીપના પૂર્વી તટ પર શુક્રવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રશિયાના એકેડમી ઓફ સાયન્સ જીએસ આરએએસના ભૂભૌતિકીય  સર્વેક્ષણની ક્ષેત્રીય શાખાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 4.6ની આંકવામાં આવી છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર મિલ્કોવો ગામથી 114 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને પેટ્રોપાવલોવર્સક-કામ્ચત્સ્કીથી 150 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં ધરતીથી લગભગ 132 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું જાનવમા આવી રહ્યું છે. 

(5:47 pm IST)