Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સ્પેનમાં વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું:11 મૃત્યુથી અરેરાટી: પાંચ હજુ સુધી લાપતા

નવી દિલ્હી:સ્પેનમાં ત્રાટકેલા વિનાશક ગ્લોરિયા વાવાઝોડાના કારણે અગિયાર લોકોના મોત થયા હતા, પાંચ લાપતા થયા અને ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા. પૂરના ખારા પાણીના કારણે ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો હતો અને મોટા ભાગના ખેતરો સાફ થઇ ગયા હતા, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.

                      ઉત્તર-પૂર્વિય કેટેલોનિયા અને મેડિટેરિયન દેશના બાલેરિક ટાપુમાંથી લાપતા થયેલા લોકોની સંખ્યા વધતા મૃત્યઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.દરિયામાં મોજા ઉંચા ઉછળતા લોકો કિનારે ફસાયા હતા. અનેક વાહનો તણાઇ ગયા હતા અને ઇમારતોનો કાટમાળ પાણીમાં વહી જતા શહેરમાં ગંદકીના ઢગલા થયા હતા.

(5:45 pm IST)
  • ટી૨૦માં વર્લ્ડ કપમાં ડિવીલીર્સનો સમાવેશ ન કરીએ તો એ અમારી મુર્ખામી હશેઃ ગ્રેમ સ્મિથ : વર્લ્ડ કપમાં તે કમબેક કરવા આતુર છે. ફેફ ડુ પ્લેસીસે પણ કહ્યું હતુ કે તેઓ આ વિશે ચર્ચા કરી રહયા છે. access_time 11:31 am IST

  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • બાળકો પાસેથી હું ઘણું શીખું છુઃ નરેન્દ્રભાઇ : બાળકોની વિરતાને પ્રધાનમમંત્રી મોદીએ વખાણીઃ રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા બાળકો સાથે મુલાકાતઃ ફરજને પ્રાથમીકતા આપવી જોઇએઃ એવોર્ડ મળવો એટલે જીંદગીની નવી શરૂઆતઃ પુરસ્કૃત બાળકો સાથે નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતઃ તમારા વિશે જે જાણશે તેમને ગર્વ થશેઃ બાળકોની સ્ટોરીસોશ્યલ મીડીયામાં પર શેર કરાશેઃ ૪૯ બાળકોને મળ્યા પ્રધાનમંત્રી મોદી access_time 1:04 pm IST