Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં 6 વર્ષીય બાળકી બની પરિવાર માટે હીરો: આગથી બચાવ્યો પરિવારનો જીવ

નવી દિલ્હી:અમેરિકાના ન્યુ જર્સીમા રહેતી માત્ર છ વર્ષની બાળકી હાલમા હીરો બની ગઇ છે, લોકો તેની ખૂબ પ્રશસા પણ કરી રહ્યા છે. તેનુ કારણ એ છે કે આ છ વર્ષની બાળકીએ આગથી પરિવારનો જીવ બચાવ્યો છે. આ બાળકીનુ નામ મૈડલિન કાલબોર્ન છે, જેના પિતા પહેલા ફાયર ફાયટર હતા.

                             રાત્રે બે વાગ્યાની આસપાસ ઘરમા શોટ સર્કિટના કારણે આગ લાગી. ધુમાડા અને ફાયર અલાર્મના અવાજથી મૈડલિનની ઉઘ ઉડી ગઇ. તે તરત ભાગીને તેના પિતા પાસે ગઇ અને તેને જગાડયા. પિતાને જગાડીને ઘરમા લાગેલી આગ વિશે જણાવ્યુ. ત્યારબાદ આખો પરિવાર તરત જ ઘરની બહાર નિકળી ગયો. જેની થોડી જ મિનિટોમા આગ આખા ઘરમા પ્રસરી ગઇ.

(5:41 pm IST)