Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગ્રેમી એવોર્ડ મળે તો એ લેવા અમે ફકત અન્ડરવેર પહેરીને સ્ટેજ પર જઇશું

લંડન તા. ૨૩ : 'સેનોરિટા' નામે મશહૂર ગાયક બેલડી કેમિલા કાબેલો અને શોન મેન્ડિસ આ વખતે મ્યુઝિકનો ટોપમોસ્ટ ગણાતો ગ્રેમી અવોર્ડ મેળવવાની અપેક્ષા રાખે છે. જો અવોર્ડ મળે તો ૨૬ જાન્યુઆરીએ યોજાનારા ગ્રેમી-૨૦૨૦ના સમારંભના મંચ પર ફકત અન્ડરવેર પહેરીને જવાની જાહેરાત કેમિલા કાબેલોએ કરી છે. ત્રણ વર્ષ પહેલાં ગ્રેમી વિજેતા ટ્વેન્ટી વન પાઇલટ્સ બેન્ડની ગાયક-બેલડી ટાઇલર જોસેફ અને જોશ ડુન અવોર્ડ લેવા માટે સ્ટેજ પર શરીર પર ફકત અન્ડરવેર ધારણ કરીને ગયા હતા. 'સેનોરિટા'ની ગાયક બેલડી 'ટ્વેન્ટી વન પાઇલટ્સ'ની ચાહક-પ્રશંસક મનાય છે.

કેમિલા કાબેલોએ જણાવ્યું હતું કે શ્નહું મજાક કરતી નથી. અમને ગ્રેમી અવોર્ડ મળે તો બન્ને સાથે શરીર પર ફકત અન્ડરવેર સાથે સ્ટેજ પર જઈશું. શોન મેન્ડિસ સાથે આ બહુમાન મેળવવાનો અવસર મારે માટે સ્પેશ્યલ બનશે.

(4:21 pm IST)