Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૭૦ વર્ષ જૂનું આ પેઇન્ટિંગ ર૪ કરોડ રૂપિયામાં વેચાયું

લંડન તા. ર૩ :.. લંડનના ક્રિસ્ટી ઓકશન હાઉસમાં મંગળવારે સાંજે બ્રિટીશ કલાકાર એલ. એસ. લોરીએ ૧૯૪૩ માં બનાવેલું હેપી પેઇન્ટીંગ ર૪ કરોડ રૂપિયામાં વેચાયું પેઇન્ટીંગનું ટાઇટલ છે, ધ મિલ. આ પેઇન્ટીંગમાં ઇંગ્લેન્ડના એક ઔદ્યોગીક વિસ્તારને તાદૃશ્ય કરતાં જીવનની વયસ્તતા પ્રદર્શિત કરવામાં આવી છે. પેઇન્ટીંગ જોતાં એમાં શનિવાર - રવિવારની દિનચર્યા દર્શાવવામાં આવી હોય એવું જણાય છે, કેમ કે એમાં બાાળકો સ્કુલ જતા કે લોકો ઓફીસ જતા જોવા નથી મળતાં. પહેલા આ પેઇન્ટીંગ ખોવાઇ ગયું હોવાનું મનાતું હતું પણ કોઇકે એને શોધી કાઢયું હતું.

મીડિયા - રીપોર્ટ્સ મુજબ લોરીએ પેઇન્ટીંગ શરૂ કર્યુ તે સમય દરમ્યાનની આ કૃતિ ડીએનએ રિસર્ચના અગ્રણી ડોકટર લિયોનાર્ડ ડી હેમિલ્ટને ખરીદ્યું હતું. જેઓ એને પોતાની સાથે અમેરિકા લઇ ગયા હોવાથી કલાજગતમાં પેઇન્ટીંગ ખોવાયાનું મનાતું હતું. ગયા વર્ષે તેમના મૃત્યુ બાદ અ પેઇન્ટીંગ ફરી ચર્ચામાં આવ્યું હતું.

(11:54 am IST)