Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

રેકોર્ડ બનાવવા માટે યુવકે ૬૬૦ ફુટ ઊંચેથી હૂપમાં નાખ્યો બાસ્કેટબોલ

સીડની તા.૨૪: ઓસ્ટ્રેલિયાની હાઉ રિડિકયુલસ નામની એક ટ્રિક ટીમે યુટ્યુબ પર પોતાની સાઉથ આફ્રિકાની ટ્રિપનો એક વિડિયો અપલોડ કર્યો છે. લેસોથોમાં આવેલા એક વોટરફોલની ટોચ પરજઇને ડેરેક હેરોન નામના એક યુવકે બાસ્કેટબોલ ફેંકયો હતો. આ બોલ વોટરફોલની નીચે લગભગ ૬૬૦ ફુટ અને ૧૦ ઇંચ નીચે લગાવેલી હૂપમાંથી પસાર થયો હતો. સૌથી ઊંચેથી બાસ્કેટબોલનો શોટ ફટકારવાનો તેમનો જ રેકોર્ડ તોડવાનો આ પ્રયાસ હતો. આ પહેલા આ જ ટીમે સ્વિટ્ઝરલેન્ડમાં ૫૯૩ ફુટ ઊંચા ડેમ પરથી બાસ્કેટબોલનો શોટ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

(3:40 pm IST)