Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ચીની એન્જિનિયરોએ માત્ર ૯ કલાકમાં બનાવી દીધું એક આખું રેલ્વે-સ્ટેશન

બીજીંગ તા.૨૪: ભારતમાં કોઇ પણ ઇન્ફાસ્ટ્રકચરનું કામ હોય તો એમાં વર્ષો લાગી જાય છે, જ્યારે ચીને આ બાબતે દુનિયામાં ડંકો વગાડતી મિસાલ રજૂ કરી છે. ચીનની ટ્રેનો જેટલી ઝડપે ચાલે છે એ જ સ્પીડે ચીનમાં રેલ્વે-સ્ટેશન બની શકે છે. ચીને તાજેતરમાં એક એવો કારનામો કર્યો છે જે એન્જિનિયરિંગની દુનિયા માટે ખરેખર અનોખો છે. ફુજિઆન પ્રાંતમાં અહી ત્રણ રૂટને જોડતું એક રેલ્વે-સ્ટેશન બનાવવાનું હતું. જે એન્જિનિયરોએ માત્ર ૯ કલાકમાં તૈયાર કરી દીધુ હતુ. આ કામમાં એકસાથે ૧૫૦૦ મજૂરો એકસાથે કામે લાગ્યા હતા. કામની શરૂઆત થઇ એ પહેલા એની ડિઝાઇન તૈયાર હતી. પ્રી-પ્લાનિંગ કરીને તમામ કામો ટાસ્ક-ફોર્સમાં વહેંચાયેલા હતા અને બધી ટીમોએ સાત તબક્કામાં તેમને સોંપાયેલુ કામ પુરૃં કરવાનું હતું. એના આધારે માત્ર બિલ્િંડગ અને પ્લેટફોર્મ જ નહી, ત્યાંથી પસાર થતા રેલ્વે ટ્રેકથી માંડી સિગ્નલ સુધીની તમામ ચીજો માત્ર નવ કલાકમાં પૂરી થઇ ગઇ હતી. આ રેલ્વે-સ્ટેશન ત્રણ અલગ-અલગ રેલ્વે લાઇનને જોડતું સ્ટેશન બન્યું છે. કહેવાય છે કે ૨૦૧૮ના અંત સુધીમાં ત્રણેય રેલ્વે રૂટનું કામ પુરૃં થઇ જશે.

(12:45 pm IST)