Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પરવાનગી વિના પોતાની તસ્વીરો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવા બદલ દીકરાએ કર્યો મા પર કેસ

અંગત લાઈફ જાહેર થઈ જાય છે...

ન્યુયોર્ક, તા. ૨૪ :. અમેરિકામાં ઈટાલિયન મૂળના એક ૧૬ વર્ષના છોકરાએ થોડાક મહિનાઓ પહેલા પોતાની જ મમ્મી પર કેસ ઠોકયો હતો. તેણે કોર્ટમાં અરજી કરી હતી કે મારી મમ્મી મારી પરવાનગી વિના મારી તસ્વીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા કરે છે, જેને કારણે મારી અંગત લાઈફ પબ્લિક થઈ જાય છે અને એ જ કારણોસર તેણે હવે પોતાની કોલેજ બદલી નાખવી પડે એવી નોબત આવી છે. જ્યારે આ વિશે તેની માને પૂછવામાં આવ્યું તો જજને તે ડિપ્રેશનમાં હોય એવું લાગ્યુ હતું. વાત એમ હતી કે પતિ સાથે ડિવોર્સ થયા પછી એકલવાયાપણું અનુભવતી મા આખો દિવસ સોશ્યલ મીડિયા પર એકટીવ રહેવા લાગેલી અને દીકરા માટેની પઝેસિવનેસને કારણે તે પોતાના લાડકા દીકરાની તસ્વીરો અપલોડ કર્યે રાખતી હતી. જજે દીકરા અને માની આખીયે વાત સાંભળીને તારવ્યું હતુ કે, માની આ આદતને કારણે ખરેખર દીકરાની અંગત જિંદગી ખૂબ જાહેર થઈ ગઈ હતી. તાજેતરમાં કોર્ટે ચુકાદો આપ્યો છે કે પહેલી ફેબ્રુઆરી સુધીમાં જો મમ્મી દીકરાની તમામ તસ્વીરો ડિલીટ નહીં કરી નાખે તો તેને ૧૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૭.૮૧ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

(11:25 am IST)