Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

આ છે બાયોનિક વુમનઃ તેના શરીરમાં બે માઇક્રો ચિપ અને ફ્લેશ લાઇટ બેસાડાઈ છે

લંડન,તા.૨૩: કયારેક કોઈ એક હાદસો જીવનની આખી દિશા અને દશા બદલી નાખે છે. એવું જ કંઈક લિવરપુલમાં રહેતી ૩૧ વર્ષની એન્જિનિયર મહિલા વિન્ટર મેઝ સાથે બન્યું છે. એક કાર-એકિસડન્ટમાં તેને ગર્દન, દ્યૂંટણનાં હાડકાંમાં ભારે માર વાગ્યો હતો તથા એડી પણ તૂટી ગઈ હતી. આ અકસ્માત બાદ તેના પર દ્યણી સર્જરી કરવામાં આવી હતી. તેના જીવનમાં દ્યણી મુશ્કેલીઓ આવી. જોકે એક પાડોશીએ તેમને સ્માર્ટચિપ લગાવવાની સલાહ આપી, જેને કારણે તેનું જીવન એકદમ સરળ બની ગયું છે. હવે વિન્ટરબહેન અમેરિકામાં 'બાયોનિક વુમન' તરીકે જાણીતાં બન્યાં છે.

તેના હાથમાં બે ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. એમાંથી એક ચિપની મદદથી બેઠાં-બેઠાં જ પોતાના દ્યરનો દરવાજો ખોલ-બંધ કરવામાં વાપરે છે. આ ચિપ વર્કપ્લેસ પર સિકયોરિટી કાર્ડ તરીકે પણ વપરાય છે. બીજા હાથના કાંડામાંની ચિપમાં બિઝનેસ કાર્ડનું કમ્પ્યુટરાઇઝડ વર્ઝન સ્ટોર કરાયું છે જે તે ફોન ઉપાડ્યા વિના ચાહે તે વ્યકિતના ફોનમાં સંદેશ મોકલી શકે છે. હાથની આંગળીઓમાં મેગ્નેટ અને એક હાથની કોણી પર બે ફ્લેશ લાઇટ ઇમ્પ્લાન્ટ કરાવી છે.પહેલી નજરે લગભગ યુઝલેસ જણાતી આવી સગવડ ધરાવતું મોડિફિકેશન કર્યા પછી વિન્ટરબહેન બહુ ખુશ છે અને તેમને લાગે છે કે ચિપ લગાવ્યા બાદ મારું જીવન દ્યણું સરળ બની ગયું છે.

(3:58 pm IST)