Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

પ્રતિબંધોનો સામનો કરવા મુસ્લિમ રાષ્ટ્રો વેપારમાં ગોલ્ડ દિનાર, સાટા પદ્ધતિના ઉપયોગ અંગે વિચાર કરે

કુઆલાલમ્પુર તા.૨૩: મલેશિયાના રાજધાના કૂઆલાલમ્પુર ખાતે યાજાયેલ ઈસ્લામિક શિખર સંમલન ૨૦૧૯માં ્નઈસ્લામિક દેશોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં સાઉદીં અરબ, ઈજિપ્ત, મારક્કો, સુદાન, અહ્રિજરિયા, સીરીયા અને ઈરાક જેવી  નાની - મોટી  અરબ સરકારોને દુર રાખવામાં આવી હતી. રાજધાની કુઆલાલમ્પુર ખાતે યોજાયેલ શિખર સંમેલન ૨૦૧૯ના સમાપનના  દિવસે મલેશીયાના  વડાપ્રધાન મહારથિ મોહમ્મદે આર્થિક  અને અન્ય પ્રતિબંધો છતાંય ખુદને પગભર બનાવવા માટે ઈરાન અને કતારની ખૂબ જ પ્રશંસા કરી હતી. મહારથિ કહ્યુ હતુ કે આ પ્રકારના પ્રતિબંધો માત્ર ઈરાન  અને કતાર પર જ નહી પરંતુ તે મુસ્લિમ વિશ્વ પર પણ નકારાત્મક અસરો ઉભી કરે છે. અને તેથી જ આ બાબત  ખૂબ જ મહત્વપુર્ણ છે કે , મુસ્લીમ વિશ્વ ભવિષ્યના અવરોધોનો સામનો કરવા માટે આત્મનિર્ભર બને. શિક્ષાત્મક પગલાઓ લાદવા માટે એકપક્ષીય નિર્ણય  લેતા દેશની કાર્યવાહીના સાક્ષી વિશ્વના તમામ દેશો છે. તેથી મલેશીયા અને અન્ય દેશોએ હંમેશા એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે આવા પ્રકારના પગલા કે પ્રતિબંધો આપણામાંના કોઇપણ દેશની વિરુદ્ધ લાદવામાં આવી શકે છે. મહારથિ વધુમાં ઉમેર્યુ કે મે સૂચન કર્યુ હતુ તે મુજબ આપણે સૌએ વેપારમાં ગોલ્ડ દિનાર અને સાટા પધ્ધતિ અમલ કરવાની બાબત અંગે પુનઃવિચાર કરવો જોઇએ.

(3:57 pm IST)