Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કોસ્ટ ગાર્ડને દરીયામાં ૩.૪૦ અબજ રૂપીયાના કોકેનની ગઠરી બાંધેલો કાચબો મળ્યો

દરીયા કિનારાના પાણીમાં તરી રહેલો કચરો બહાર કાઢતી વખતે અમેરીકન કોસ્ટગાર્ડે એક નાનકડા કાચબાને બચાવ્યો હતો. જો કે આ કાચબાની સાથે એટલી બધી ગઠરીઓ બાંધેલી હતી કે ટચુકડો ટર્ટલ દેખાતો પણ નહોતો. કોસ્ટગાર્ડ આ ગઠીરોઓને ખોલીને જોયુ તો એમાં કોકેન હતું. લગભગ ૭પ ફુટ લાંબી ગઠરીઓની લાઇન હતી. જેમાં ૭૦૦ કિલો જેટલુ કોકેન હતું. એની કિંમત અંદાજે પ૩ મિલીયન ડોલર એટલે કે લગભગ ૩.૪૦ અબજ રૂપીયા જેટલી અંકાઇ રહી છે.

(3:42 pm IST)