Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

તાલિબાને મહિલા કર્મચારીઓને માટે કર્યું આ ફરમાન ફરજીયાત

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનમાં ઓગસ્ટમાં સત્તાનાં સૂત્રો સંભાળતાની સાથે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને અફઘાન મિડિયા માટે કેટલાય દિશા-નિર્દેશો જારી કર્યા છે, જેમાં અફઘાન સમાચાર ચેનલો તાલિબાનવિરોધી કોઈ પણ સમાચાર પ્રકાશિત નહીં કરે અથવા તાલિબાન અધિકારીઓની આલોચના નહીં કરી શકે. આ સાથે મહિલાઓ માટે નવો ડ્રેસ કોડ જારી કર્યો છે અને તેમને વિના હિજાબ સમાચાર ચેનલોમાં કામ કરવાની અનુમતિ નથી. હ્યુમન રાઇટ્સે 22 નવેમ્બરે તાલિબાને જારી કરેલા નવા દિશા-નિર્દેશો પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે તાલિબાને સખત ચેતવણી ઉચ્ચારી છે કે જો દિશા-નિર્દેશોનું પાલન નહીં કરનારા લોકોને ફાંસી આપવામાં આવશે. વળી, આતંકવાદી ગ્રુપે બધા મિડિયા હાઉસિસમાં પોતાના જાસૂસી અધિકારીઓને મોકલ્યા છે.

 

(6:02 pm IST)