Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરક્કોમાં સુરક્ષા અધિકારીઓએ પૂર્વી શહેરમાં ગેરકાનૂની સંચાલનના આરોપમાં 11 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી: મોરક્કોમાં સુરક્ષા અધિકારીઓએ શુક્રવારના રોજ પૂર્વી શહેર ઓજદમાં ગેરકાનૂની રીતે પ્રવેશ  કરીને સંચાલન કરવાના આરોપસર 11 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોરક્કોની પોલીસ અધિકારીદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

               વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે   સુરક્ષાકર્મીઓએ આ પહેલા તપાસ હાથ ધરતા 15 મહિલાઓ સહીત વિભિન્ન આફ્રિકી દેશોના 75 પ્રવાસીઓની પણ ધરપકડ કરી હતી. આ સમયે ધરપકડ કરવામાં આવેલ પાંચ લોકો અવૈધ પ્રવાસનમાં સક્રિય હોવાનું માલુમ પડી રહ્યું છે

(5:33 pm IST)