Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પાકિસ્તાનમાં બારુદી સુરંગમાં વિસ્ફોટ થતા 2 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના ઉતરી વજિરિસ્તાનમાં એક ખેતરમાં બારુદી સુરંગમાં વિસ્ફોટ થતા બે લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બન્નુ જિલ્લામાં જાનિખેલ પોલીસ સ્ટેશન નજીક એક ખેતરમાં વિસ્ફોટક બારુદી સુરંગમાં વિસ્ફોટ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ અંગે તપાસ ચાલી રહી છે  હજુ સુધી કોઈ પણ શખ્સની ધરપકડ  કરવામાં આવી નથી.

(5:31 pm IST)