Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વીમા કંપનીએ મૃત્યુની સાબિતી માંગતા પરિવારના સભ્યો ઓફિસમાં મૃતદેહ લઈને આવ્યા

નવી દિલ્હી: જીવન વિમાનો ઉદેશ્ય અસમયે મૃત્યુ થવા પર પરિવારના સભ્યોને આર્થિક મદદ કરવાનો હોય છે પરંતુ મોટાભાગે વીમા કંપનીઓ વ્યક્તિના મૃત્યુ પછી લાભ આપવાથી ના કહેતા હોય છે આવી જ પરિસ્થિતિમાં ઘણીવાર  પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવી જ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં સામે આવી છે. જેમાં વીમા કંપનીએ વિમાની રકમ આપવા માટે ના કહી  દેતા પરિવારના સભ્યો લાશને લઈને ઓફિસે પહોંચી ગયા હતા.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 46 વર્ષીય સિફિસો જસ્ટિસ મ્હેલગોનું 7 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું જેના પછી પરિવારના સભ્યોએ વિમાની રકમ માંગી તો કંપનીએ ના કહી દેતા મૃત્યુને સાબિત કરવા માટે  પરિવારના સભ્યો આ શખ્સના મૃતદેહને લઈને વીમા કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા. 

(5:31 pm IST)