Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

બેન્ગકોકનું યુનિકોર્ન કાફે છે વિશ્વનું સૌથી કલરફુલ સ્થળ

હોંયકોંગ,તા.૨૩: થાઇલેન્ડમાં બેન્ગકોક ગયા હો અને યુનિકોર્ન, પોનીઝ કે રંગોના ચાહકો માટે તો 'યુનિકોન કેફે'ની મુલાકાત લેવી જ જોઈએ. સાચું સમજયા ત્યાં તમારી ધારણા અનુસાર કેફેમાં યુનિકોર્ન આકારનાં રમકડાં મેદ્યધનુષ અને ખાવાની રંગબેરંગી ચીજો જોવા મળશે.

યુનિકોર્ન કેફેને રંગીન સ્થળ કહેવું જરાય ઓછું નહીં લાગે, કેમ કે અહીં દરેક ચીજ રંગીન છે, ખોરાક પણ જેમ કે મલ્ટિ લેયર્ડ કેક, સ્પેગેટી અને અન્ય ચીજો. પ્લાસ્ટિકના ઝુમ્મર, છત પર લટકતાં યુનિકોર્નના આકારનાં મુલાયમ રમકડાં, મલ્ટિ લેયર્ડ સોફા તથા નાના કદનાં પોની જેવાં રમકડાં બધું જ. આ એક એવું સ્થળ છે જે કદાચ સપનામાં જ હોઈ શકે.

૨૦૧૨માં શરૂ કરાયેલા આ કેફેની કોઈ શાખા નથી. જોકે ૨૦૧૭માં માત્ર ૧૦ મીટરના અંતરે બીજું કેફે શરૂ થયું છે. આ બન્ને કેફે ઝોન-એ અને ઝોન-બી તરીકે ઓળખાય છે. યુનિકોર્ન કેફેમાં દરેક ચીજો રંગબેરંગી જોવા મળશે અને જો કોઈ ડિશ રંગીન ન બનાવી શકાય તો એના પર ખાઈ શકાય એવાં યુનિકોર્નનાં શિંગડાં સજાવીને સર્વ કરાય છે.

(3:33 pm IST)