Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

૧૭૧ લોકોની હત્‍યા માટે રિટાયર્ડ સૈનિકને થઇ પ૧૩૦ વર્ષની સજા

ન્‍યુયોર્ક તા.ર૩ : મધ્‍ય અમેરિકાના ગ્‍વાટેમાલાની એક અદાલતે બુધવારે પોતાના જ એકસ-આર્મીમેનને ગૃહયુદ્ધ દરમ્‍યાન સેંકડો ખેડૂતોના નરસંહાર માટે જવાબદાર ઠેરવીને તેને પ૧૩૦ વર્ષની ૧૯૮ર ના ડિસેમ્‍બર મહિનામાં મેકિસિકોની સરહદથી લાગેલા ગ્‍વાટેમાલાના દોસ એરેસ ક્ષેત્રમાં બહુ મોટી નરસંહારની ઘટના ઘટી હતી. ત્‍યાર બાદ ૧૯૯૬ સુધી ચાલેલા ગૃહયુદ્ધ દરમ્‍યાન લગભગ બે લાખ લકો કાં તો માર્યા ગયા હતા કાં ગુમ થઇ ગયા હતા. દેશમાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ દરમ્‍યાન અનેક જગ્‍યાઓએ સામુહિક નરસંહારની ઘટનાઓ દરમ્‍યાન ર૦૧ ખેડૂતોને પણ મારવાની ઘટના બની હતી. આ નરસંહારની ઘટનામાં ૧૭૧ લોકોને મારવા માટે અદાલતે સાંતોસ લોપેઝ નામના એક ભૂતપૂર્વ સૈનિકને જવાબદાર ઠેરવ્‍યો હતો અને દરેક વ્‍યકિત માટે  ૩૦ વર્ષની સજા ગણીને કુલ પ૧૩૦ વર્ષની જેલની સજા તેને થઇ હતી.

હજારો વર્ષની કેદની સજા માત્ર સાંકેતિક છે, કેમ કે ગ્‍વાટેમાલામાં કોઇ વ્‍યકિતને જેલની સજા વધુમાં વધુ પ૦ વર્ષ માટે કરવામાં આવે છે. જોકે સાંતોસ લોપેઝની ઉંમર જોતાં તે આટલી લાંબી સજા પુરી કર્યા પહેલાં સ્‍વર્ગે સિધાવી જશે એવું લાગે છે

(11:09 am IST)