Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દુનિયા આખીમાં વધી રહેલ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સ્પેનના હૈપ્પી લિટિલ ડોન્કી નામની સંસ્થામાં એક અનોખી થેરેપી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: દુનિયાભરમાં સતત વધી રહેલા કોરોના સંકટ, આર્થિક મંદી અને બેરોજગારીના કારણે લોકો સતત ચિંતા અને હાઇપર ટેન્શનનો શિકાર થઇ રહ્યા છે. જેના કારણે આવા લોકોના જીવનમાં ખુશીની સ્થાને ડિપ્રેશન આવી ગયું છે. લોકો એટલા બધા તણાવમાં ગરકાવ થયા છે કે હવે તેમણે ગધેડાને ગળે લગાવવાનું શરુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયમાં સૌથા વધારે ડોક્ટોરો, નર્સો અને મેડિકલ સ્ટાફના લોકો તણાવનો અનુભવ કરી રહ્યા છે. સતત ડ્યુટી કરવાના કારણે સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે પોતાના દેશના મેડિકલ સ્ટાફનો તણાવ દૂર કરવા માટે મફતમાં ડોન્કી થેરેપી આપવામાં આવે છે. જેના કારણે તેઓ તણાવમુક્ત થઇ શકે.

           સ્પેનના હૈપ્પી લિટિલ ડોન્કી નામની સંસ્થામાં કામ કરતા એલ બુરિતો ફેજિલે કહ્યું કે તેમની પાસે 23 ગધેડા છે. જેની મદદથી તેઓ ડોન્કી થેરેપી આપે છે. તેમણે પહેલા અલ્ઝાઇમર અને આવી બીમારી વાળા બાળકોની સાથ પણ કામ કર્યુ છે. નિષ્ણાંતોના મત પ્રમાણે ગધેડા પોતાના કોમળ સ્વભાવ અને વ્યક્તિગત સ્થાનના કારણે માનસિક તેમજ ભાવનાત્મક વિકારો દૂર કરવામાં મદદ કરે છે.

(5:40 pm IST)