Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઈંડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભુસખ્લનમાં ફસાયેલ 11 કર્મચારીઓના મૃત્યુ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં આવેલી એક ખાણમાં ભૂસ્ખલન થતાં તેમાં ફસાયેલા 11 ખાણીયા અને કર્મચારીઓ માર્યા ગયા હતાં. દક્ષિણી સુમાત્રા પ્રાંતના જિલ્લા મૌરા એનિમમાં તામઝુંગ લાલંગ ગામમાં 65 ફુટ ઉંડે એક કોલસાની ખાણમાં ઘટના બની હતી.

         તાજેતરના દિવસોમાં મૌસમી વરસાદ અને દરિયામાં ઉછળતા ઉંચા મોજાના કારણે અનેક વખતે ભૂસ્ખલન થાય છે. ઇન્ડોનેશિયાના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસોમાં ભારે અને હળવો વરસાદ પડી શકે છે. ઇન્ડોનેશિયાના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ મહિનામાં પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત પેસિફિક મહાસાગરમાં લા નિના નામનું વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ પડી શકે છે.

(5:39 pm IST)